/connect-gujarat/media/post_banners/0f38f7a548c4e2ca2041defd62cc558a7822d76c6eb5ce005778889fa8252121.jpg)
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર સ્થિત રૂપમ જવેલર્સની દુકાનની બાજુમાં બાકોરું પાડી ચોરી કરવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં મીરા નગર સ્થિત રૂપમ જવેલર્સની દુકાન આવેલ છે જે દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી.તસ્કરોએ બાજુની દુકાનમાં બાકોરું પાડી જવેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને લોકર તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે લોકર નહિ તૂટતા તસ્કરોએ વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળો શરૂ થતાં જ તસ્કરો સક્રિય બન્યા છે ત્યારે પોલીસે પણ પેટ્રોલિંગ સઘન બનાવે એવી માંગ ઉઠી રહી છે