Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ઉંટીયાદરા ગામનો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે જમીન સંપાદનનો એવૉર્ડ જાહેર, ખેડૂતોને ચૂકવાશે વળતર..!

ઉંટીયાદરા ગામના ખાતેદારોથી 54 જેટલા લાભાર્થી ખાતેદારોને આ એવોર્ડ જાહેર થતા એક એકરે રૂપીયા એક કરોડ મળવાપાત્ર થશે

અંકલેશ્વર : ઉંટીયાદરા ગામનો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે જમીન સંપાદનનો એવૉર્ડ જાહેર, ખેડૂતોને ચૂકવાશે વળતર..!
X

ભરૂચ જિલ્લાના 3 તાલુકાઓના કુલ ૩૩ જેટલા ગામોમાંથી પસાર થતાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં સંપાદનમાં જતી જમીનોના વળતરના મુદ્દે ચાલતા વિવાદોનો ઉકેલ આવે એવા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરાયા હતા. લાંબી કસરત અને જરૂરી પાશ્વાત અસરોને ધ્યાને લઇ NHAI (નેશનલ હાઇ વે ઓથોરીટી ઓફ ઇન્ડીયા)ની સમંતિ સાથે આજે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામના પ્રશ્નો ઉકેલ લાવતો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેર એવોર્ડ મુજબ ઉંટીયાદરાના હાઇવેના સંપાદનમાં જતી જમીનને સરકાર દ્વારા પ્રતિ ચો.મી. વર્ષ-2013ની સ્થિતીએ જંત્રી મુજબ રૂ. 370/-નો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ જમીનમાં રહેલ વૃક્ષોનું પણ મુલ્યાંકન અલગથી ચુકવવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલની બજાર કિમતે જંત્રી રૂ. 95/-ની છે. તાજેતરમાં સંપાદન થનારી જમીન પાંચગણી કિમતે ખેડૂતને વળતર અપાવશે. કુલ 767 સર્વે નંબરમાંથી એકસપ્રેસ–વેમાં જેમની જમીન સંપાદનમાં જાય છે. તેવા ઉંટીયાદરા ગામના ખાતેદારોથી 54 જેટલા લાભાર્થી ખાતેદારોને આ એવોર્ડ જાહેર થતા એક એકરે રૂપીયા એક કરોડ મળવાપાત્ર થશે. NHAIને સંકલનમાં થયા હોય, લાભાર્થી ખાતેદારોના એકાઉન્ટમાં ટ્રાંસફર થશે. એવોર્ડ જાહેર થતા 54 જેટલા ખાતેદારો કરોડપતિની સ્થિતીએ પહોચશે.

એક તરફ વર્તમાન એવોર્ડ 2013ના બેઝની જંત્રી પ્રમાણેનો અપાયેલ છે, ત્યારે એવોર્ડ જાહેર થયા બાદ જે નવો ભાવ, નવી જંત્રી જાહેર થતા એક નવી વિકટ પરીસ્થિતિ સર્જાશે, જેઓની જમીન સંપાદનમાં નથી ગઇ તેવા કિશાનો માટે ઘણી વિકટ થશે. આ ગણતરી મુજબ આ જ ગામના બાકીના કુલ સર્વે નંબર 767ના ખાતેદારોને જ્યારે પણ ભવિષ્યમાં જમીન વેચવા જશે, ત્યારે નવી ઉંચી જંત્રી પ્રમાણેના ભાવો રૂ. 740/- અને એને સાપેક્ષ હીસાબે દસ્તાવેજો કરવાના રહેશે.

2013ની સ્થીતીએ જંત્રીનો ભાવ રૂ. 370/- જયારે 2023માં નવી જંત્રીનો દર રૂ. 740/- લાગુ થતાં બાકીના ખાતેદારો ચિંતા અને મુંઝવણમાં મુકાશે. વર્તમાન જંત્રીનો રેટ રૂ. 95/- રૂપિયા છે. જે પ્રમાણે પણ વેચાણ દસ્તાવેજો બોલતા નથી. તો નવી જંત્રી અને ઉંચા દસ્તાવેજો પછી જમીનોનું વેચાણ કયાં..? કેવી રીતે થશે..? તે મોટો પ્રશ્ન ભવિષ્યમાં ખેડૂતોને સામનો કરવો પડશે. શું નેતાઓ આવી સ્થીતીમાં ખેડૂતોને કેવી અને કેટલી મદદ કરશે..? એ પણ આવનારો સમય બતાવશે. સ્વભાવિક રીતે નવી જંત્રીના ભાવ ઘટવાની શક્યતા નથી. કેમ કે સરકાર પોતે રૂ. 370/- 2013ની સ્થિતીએ ગણતા કરોડો રૂપિયા ચુકવવાની હોય તો પછી પોતે કેવી રીતે ઘટાડશે..?

જિલ્લા કલેકટરે પોતાના અવોર્ડમાં 2013ની સ્થીતીએ ભાવ રૂ. 370/- પ્રતિ ચો.મી. આપ્યા છે. નવા જંત્રી સર્વેમાં સ્વાભાવિક રીતે તેના ડબલ તો કરવા જ પડશે. કેમ કે, જો જમીનનાં ભાવ 2013માં રૂ. 370/- હોય તો 2023માં 10 વર્ષ સ્વભાવિક રીતે 370x2=740/-નો થાય જ. તો બીજી તરફ, NHAIએ અગાઉ દિવાનો એવૉર્ડ ચેલેન્જ કર્યો હતો, પણ આ વખતે તેઓની મર્યાદામાં હોવાથી એવૉર્ડ મંજૂર થઇ 10-15 દિવસમાં ખેડૂતોને રકમ ચૂકવાઈ જવાની પૂરી શક્યતાઓ વર્તાઇ રહી છે.

Next Story