/connect-gujarat/media/post_banners/f4d1c2c427226c4e114eac8084bce4afc6c20b124e0d06144253ff61e5b33de5.jpg)
આજથી બે દિવસ માટે અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનો આજથી પ્રારંભ થયો છે. અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનો આજથી પ્રારંભ થયો છે. તા.9 અને 10 મેના રોજ માં શારદા ભવન ટાઉનહોલ ખાતે આરોગ્ય ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવી રહ્યા છે. તે સાથે જ સ્થળ પર જ આવકના દાખલા પણ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.જેનો લાભ લોકો લઈ રહ્યા છે. પાલિકા પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓએ કેમ્પ સ્થળની મુલાકાત લઈ વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.પાલિકા પ્રમુખ વિનય વસાવાએ કેમ્પનો લાભ લેવા શહેરીજનોને અપીલ કરી હતી.