અંકલેશ્વર: વિદેશી દારૂના જથ્થા સાથે રીક્ષાની રાહ જોઈ ઉભા રહેલા 2 વ્યક્તિની બી ડિવિઝન પોલીસે કરી અટકાયત

B ડિવિઝન પોલીસે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલ્વે ફાટક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

New Update
અંકલેશ્વર: વિદેશી દારૂના જથ્થા સાથે રીક્ષાની રાહ જોઈ ઉભા રહેલા 2 વ્યક્તિની બી ડિવિઝન પોલીસે કરી અટકાયત

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલ્વે ફાટક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

Advertisment

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલ્વે ફાટક નજીક બે ઇસમો બે બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ રિક્ષાની રાહ જોઈને ઉભેલા છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની 56 નંગ બોટલ તેમજ એક ફોન મળી કુલ 20 હજારથી વધુના મુદ્દામાલ સાથે જીતાલી ગામની સિલવર સિટીમાં રહેતો જીતેન્દ્રકુમાર સીતારામસિંગ અને મેદની દીપલાલ રાયને ઝડપી પાડી વિદેશી દારૂના જથ્થા સાથે પૂછપરછ કરતાં તે જથ્થો બોરિવલીથી કપિલ નામના ઇસમે ભરી આપી અંકલેશ્વરની બેઇલ કંપની સુધી લઈ જવાનું જણાવ્યુ હોવાની કબૂલાત કરી હતી.

Advertisment
Latest Stories