અંકલેશ્વર : વાલિયા ચોકડી નજીકથી સુરતની 2 મહિલાઓની વિદેશી દારૂના જથ્થા સાથે બી’ ડિવિઝન પોલીસે કરી અટકાયત...

બી’ ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી સ્થિત આશીર્વાદ હોટલ સામે આવેલ સર્વિસ રોડ પરથી 2 મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી.

New Update
અંકલેશ્વર : વાલિયા ચોકડી નજીકથી સુરતની 2 મહિલાઓની વિદેશી દારૂના જથ્થા સાથે બી’ ડિવિઝન પોલીસે કરી અટકાયત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી સ્થિત આશીર્વાદ હોટલ સામે આવેલ સર્વિસ રોડ પરથી 2 મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, 2 મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો લઈ વાલિયા ચોકડી પાસે આવનાર છે. જેવી બતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, અને આશીર્વાદ હોટલ સામે આવેલ સર્વિસ રોડ પરથી બાતમીવાળી બન્ને મહિલાઓને અટકાવી તેઓ પાસે રહેલ પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 78 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 8 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સુરત શહેરના ડિંડોલી-ઉધના રોડ વિસ્તાર સ્થિત સંતોષી માતાજીના મંદિર પાસે રહેતી મમતા કિરણ રાજનટ અને ગંગા વિનોદ રાજનટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.