/connect-gujarat/media/post_banners/cd4e1aca8f44e133774ef7e4032ea9c905ef76e16e6e3169d85cd3e9f970e11e.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસે અંદાડા ગામના મોટા ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના અંદાડા ગામના મોટા ફળીયામાં રહેતી એક મહિલા બુટલેગર પોતાના મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 86 નંગ બોટલ મળી આવી હતી. જોકે, આ વિદેશી દારૂની 86 નંગ બોટલની કુલ 8 હજારથી વધુની થવા જઈ રહી છે, અંકલેશ્વરની બી' ડિવિઝન પોલીસે તમામ મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.