અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

પોલીસે કમલ ટ્રેડર્સના વેપારીના મોબાઈલની ચોરી કરી ૪.૩૩ લાખથી વધુની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને માંગરોળના મહુવેજ ખાતેથી ઝડપી પાડ્યો હતો

New Update
અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે કમલ ટ્રેડર્સના વેપારીના મોબાઈલની ચોરી કરી ૪.૩૩ લાખથી વધુની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને માંગરોળના મહુવેજ ખાતેથી ઝડપી પાડ્યો હતો

ગત તારીખ-૨૩મી માર્ચના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.એસટી ડેપો સામે આવેલ અનમોલ પ્લાઝા કોમ્પલેક્ષ સ્થિત કમલ ટ્રેડર્સ નામની દુકાનના વેપારી મોહમદ ઈર્શાદ નુરા મોહમદ શેખની પોતાની દુકાનનું શટર બંધ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓના બે પૈકી એક મોબાઈલ ફોનની ચોરી થઇ ગઈ હતી જે મોબાઈલ ફોનમાંથી ઓનલાઈન ઓટીપી વડે ગઠીયાએ ૪.૩૩ લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી આ અંગે વેપારીએ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે તે દરમિયાન વેપારીના મોબાઈલ ફોનની ચોરી કરી છેતરપીંડી કરનાર ઇસમ માંગરોળ તાલુકાના મહુવેજ ગામમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પાદર ફળિયા તળાવ પાસે રહેતો ઝકરિયા ફારુક સમદ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.