/connect-gujarat/media/post_banners/307d4698718d6bff5441a7c5768d928cbecab3c8e7deaf39a5276671cec52f04.webp)
અંકલેશ્વર શહેર બી ડીવીઝન મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઈસમને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હા અને વાહન ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના આપેલ સૂચનાને આધારે ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઇના માર્ગ દર્શન હેઠળ અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમ ચોરીની બાઇક લઈ પ્રતીન ચોકડી વિસ્તારમા ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પ્રતીન ઓવરબ્રીજ ઉપરથી ચોરીની બાઇક સાથે મૂળ બિહાર અને હાલ સારંગપુરના લક્ષ્મણ નગરમાં રહેતો સંજીતકુમાર શ્રીડોમન મંડલને ઝડપી પાડી બાઇક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.