અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે ચોરીના સામાન સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ.

બી ડિવિઝન પોલીસે ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાંથી ચોરી થયેલ સળિયાઓ સાથે ત્રણ ઇસમો ટેમ્પો સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે ચોરીના સામાન સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાંથી ચોરી થયેલ સળિયાઓ સાથે ત્રણ ઇસમો ટેમ્પો સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં રહેતા રવિમોહન સભાજિત વિશ્વકર્માએ ગત તારીખ-20મી જૂનના રોજ સોસાયટીમાં પોતાના અન્ય મકાનના કમ્પાઉન્ડ ખાતે દુકાનમાથી સળિયા ખરીદી મૂક્યા હતા તે દરમિયાન ગત તારીખ-12મી ઓગસ્ટ રાતના સમયે અજાણ્યા ઇસમોએ કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો અને 1300 કિલો સળિયા મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે રવિમોહનને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ ચોરી થયેલ સળિયા સાથે ટેમ્પો મળી રાજપીપળા રોડ ઉપર ભાવના ફાર્મ ખાતે રહેતો સંદીપ ઉર્ફે મનોજ પ્રેમચંદ ગુપ્તા,સંયમ કુલદીપ કાલીયા અને અનમોલસિંગ જય પ્રકાશસિંગને ઝડપી પાડ્યો હતો.

Latest Stories