અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના દુર્લભ ટેકરી પાસેથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
વડોદરા રેન્જ આઈ.જી સંદીપ સિંહ અને ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા,ડી.વાય.એસ.પી ડો. કુશલ ઓઝા દ્વારા જીલ્લામાં પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવુતી ચલાવતા ઈસમો વિરુધ્ધ કડક પગલાં ભરવા માટે આપેલ સૂચનાને પગલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતિયાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગામના દુર્લભ ટેકરી પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ગામના દુર્લભ ટેકરીમાં રહેતો ફીરોજ નસરૂ મોગલ,નસરૂ અમીર મોગલને ઝડપી પાડ્યો હતો.