Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર બન્યું “ખાડેશ્વર” : જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર, લોકોને હાલાકી...

શહેરના જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર બનતા શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

અંકલેશ્વર બન્યું “ખાડેશ્વર” : જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર, લોકોને હાલાકી...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર બનતા શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

આ વર્ષે ચોમાસામાં વરસેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક નગરોમાં માર્ગોને મોટાપાયે નુકશાન થયું છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે. જેના કારણે અહીથી પસાર થતાં શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર શહેરી વિસ્તારને GIDC વિસ્તાર સાથે જોડતો માર્ગ હાલ ઉબડખાબડ બન્યો છે. તો બીજી તરફ, રોડ ઉપર નાના મોટા ખાડા પડી જવાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ઉડતી ધૂળના કારણે લોકો ત્રાહિમામ પોકારવા સાથે મોઢા પર રૂમાલ અથવા માસ્ક પહેરવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી રોજિંદી અવરજવર કરતા શહેરીજનો માંગ કરી રહ્યા છે.

Next Story