અંકલેશ્વર: ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

રૂ. ૨૫,૯૦૦- ના મુદામાલ સાથે આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ પોલીસે આરોપી ની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

New Update
અંકલેશ્વર: ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ અંકલેશ્વર ડિવીઝન વિસ્તારમા પેટ્રોલીંગમાં દરમ્યાન બાતમી આધારે અસાર માર્કેટ ખાતે આવેલ મદીના મસ્જીદ પાસે મંદીના કોમ્પલેક્ષની દુકાન નંબર ૧૨ માં ચેક કરતા એસ.એસની નાની-મોટી ક્વાન્સો થેલા ભરેલ હોય જે શંકાસ્પદ એસ.એસની નાની-મોટી ક્લાન્સો ના ખરીદ બીલ કે આધાર પુરાવા બાબતે અબ્દુલ સલામ અબ્દુલ કલામ ચૌધરી રહેવાસી કાપોદ્રા ગ્રીનવેલી રો હાઉસ ને પુછતા સંતોષકારક જવાબ ન આપતા પોલીસે એસ.એસની નાની-મોટી ફ્લાન્સો કુલ વજન -૧૨૯ ૫૦૦ કિ.ગ્રા કિ.રૂ. ૨૫,૯૦૦- ના મુદામાલ સાથે આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ પોલીસે આરોપી ની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Latest Stories