/connect-gujarat/media/post_banners/b68a6e9147395245ded642d4e4f3ca24b0479c335fb8b6d6f8514c32ab9d49e5.webp)
અંકલેશ્વર નજીક હાઇવે પર મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓને પગલે બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ
કાલોલ તાલુકાના મેદા પૂર ગામમાં રહેતા ૪૨ વર્ષીય સિદ્ધરાજસિંહ વિક્રમસિંહ સોલંકી ગત રાત્રે કાલોલથી અંકલેશ્વર પોતાની બાઈક ઉપર અંકલેશ્વર આવી રહ્યા હતા તે દરમ્યાન હાઇવે સ્થિત મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓ બાઈક સાથે ફંગોળાય ગયા હતા તેઓને માથા તેમજ શરીર ના ભાગે અંત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ. બનાવ અંગેની જાણ થતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ડીસ્પેન્સરી ખાતે ખસેડી હતી. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.