Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રેલરચાલકે ટક્કર મારતા બાઇક સવાર યુવાનનું મોત

નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલના યુ ટર્ન પાસે બાઈક સવારોને ટ્રેલર ચાલકે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું

અંકલેશ્વર: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રેલરચાલકે ટક્કર મારતા બાઇક સવાર યુવાનનું મોત
X

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલના યુ ટર્ન પાસે બાઈક સવારોને ટ્રેલર ચાલકે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું

અંકલેશ્વરના અંદાડા ગામની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષીય સવધેરા પારસાનાથ માજી અને તેના મિત્ર રણજીતસિંગની બાઈક નંબર-જી.જે.૧૬.બી.એલ.૪૧૭૧ ઉપર સવાર થઇ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ વર્ષા હોટલની સામે યુ ટર્ન પાસેથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેલર નંબર-જી.જે.૧૬.એ.વી.૮૮૬૩ના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સવધેરા પારસાનાથ માજીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story