/connect-gujarat/media/post_banners/afa510a8778ad2ff4994f0f13c1b26bf8ddef7d7310022050523415b917dbde5.jpg)
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ઈટીપી પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટમાં ઘવાયેલા બે કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ઈટીપી પ્લાન્ટમાં કેમિકલ સ્લજમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા દોડધામ મચી જવા પામી હતી આ ઘટનામાં નજીકમાં કામ કરી રહેલા ભોદી મંડલ અને અમરેશ યાદવને ઈજાઓ પહોંચી હતી.ઈજાઓને પગલે બંને કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં કામદાર ભોદી મંડલની હાલત અંત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.