/connect-gujarat/media/post_banners/60ac888ea76e0fabe89384d5f290e4b1240c738199959c487c64ef3e01d8baaa.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ રામ વાટિકા સોસાયટીમાં નવા બની રહેલ મકાનમાં બુટલેગરે વિદેશી દારૂ મંગાવી સંતાડી રાખેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 68 નંગ બોટલ મળી કુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે પોલીસે સુરતના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.