/connect-gujarat/media/post_banners/0643ba0d4a7748a49947cd7a04b7b80600076b03e5c9f35276ac76e4e75f6fca.jpg)
ભરૂચ રેલ્વે પોલીસે ચેકીંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા 27 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે વેપારીની અયકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે
ભરૂચ રેલ્વે પોલીસે ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ અને ટ્રેનમાં કડક ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં પોલીસકર્મીઓ અંકલેશ્વર રેલ્વે પ્લેટફોર્મ પર ચેકીંગમાં હાજર હતા તે સમયે હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી ઉતરેલા એક ઈસમ પર શંકા જતા તેને રોકી તેની બેગની તલાસી લેતા તેમાંથી રૂપિયા જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી.પોલીસે તેને ભરૂચ પોલીસ મથક પર લાવી તપાસ કરતા તેની પાસેથી રોકડાં રૂપિયા 27 લાખ મળી આવ્યા હતા.પોલીસે તેનું નામ પૂછતાં તે દાહોદની ઝૂલેલાલ સોસાયટીમાં રહેતો યોગેશ પ્રીતમાણી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તે આ રૂપીયા અંકલેશ્વરના વેપારીને આપવા માટે લાવ્યો હતો. ઝડપાયેલ ઈસમ પાન સોપારીનો વેપારી હોવાનું બહાર આવ્યું છે ત્યારે અંકલેશ્વરમાં એ જે વેપારીને રૂપિયા આપવાનો હતો એની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.આ તરફ સમગ્ર મામલે આયકર વિભાગને પણ જાણ કરવાની પોલીસે તજવીજ શરૂ કરી છે