/connect-gujarat/media/post_banners/3c28c231e3f1ad551f9403ac6df879749fa17712d53d6aacaeb92be869f84501.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીમાંથી શંકાસ્પદ ત્રણ કર્મચારીઓએ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડરની ત્રણ બેગ મળી કુલ ૧૨.૮૧ લાખના મુદ્દામાલની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની અતુલ કંપની સામે આવેલ ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીમાં પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડરની ચોરીની ઘટના સામે આવી છે.કંપનીમાં ગત તારીખ-૯મી જુલાઈના રોજ બપોરે ૧થી રાત્રીના ૧૦:૩૦ વાગ્યા દરમિયાન એમ.પી.પી.ફોર પ્લાન્ટના પીડીસી સ્ટોરેજમાંથી ૪ કિલો ૨૦૦ ગ્રામ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડર મળી કુલ ૧૨.૮૧ લાખના મુદ્દામાલની ચોરી કરી થતા ચકચાર મચી જવા પામી છે.
આ ઘટનામાં ફસ્ટ શિફ્ટ ઇન્ચાર્જ આનંદ મિશ્રા,સેકેન્ડ શિફ્ટ ઇન્ચાર્જ શંભાજી પાટીલ અને જુનીયર ઓફિસર યશ પટેલ ઉપર શંકાના દાયરામાં હોવાથી આ ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ કંપનીના અધિકારી મનોજ વિશ્વકર્માએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.