અંકલેશ્વર : હાંસોટ માર્ગ પર નવા ધંતુરીયા નજીક કાર ચાલકે બાઈક સવારોને અડફેટે લીધા, 2 લોકોને ઈજા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર નવા ધંતુરીયા ગામના પાટિયા નજીક કાર ચાલકે બાઈક સવારોને અડફેટે લેતા 2 લોકોને ઈજા પહોંચી હતી.

New Update

મળતી માહિતી અનુસાર, હાંસોટ તાલુકાના ખરચ ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા ખુમાણ ગોમાન આહીર અને તેઓના સંબંધી ઈશ્વર આહીર બાઈક નંબર જીજે-૧૬-સીએલ-૩૪૦૨ લઇ માટીએડ ગામ ખાતે ખુમાણ આહીરની પુત્રીના ખબર-અંતર લેવા જતા હતા, ત્ત્યરે અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર નવા ધંતુરીયા ગામના પાટિયા નજીક માર્ગ ઓળંગી રહ્યા હતા, તે દરમ્યાન પુરપાટ ઝડપે ધસી આવેલ કાર નંબર જીજે-૦૫-જેસી-૦૮૦૯ના ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર 2 લોકોને ઈજાઓ પહોંચતા, તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories