Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: સારંગપુરના મીરાનગર વિસ્તારમાંથી 9 વર્ષની બાળકી ગુમ થવાના મામલામાં CBIની એન્ટ્રી

મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી હતી.

X

અંકલેશ્વરમાં ઘરના આંગણામાં રમતી 9 વર્ષની બાળકી રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યા બાદ ભરૂચ જિલ્લા પોલીસે બાળકીને શોધી કાઢવા આકાશ – પાતાળ એક કરવા છતાં પત્તો ન મળતા હાઇકોર્ટના આદેશ સાથે CBI એ આગળની તપાસ સાંભળી છે.

અંકલેશ્વરના સારંગપુર ગામના મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી હતી. મૂળ ઉત્તર પ્રદેશના અને ઘણા સમયથી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી રૈતૂન આરિફ અન્સારીએ ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ 9 વર્ષીય પુત્રી રૂખ્સાર આરિફ અન્સારીના લાપતા બનવાની પોલીસને જાણ કરી હતી. બાળકી ઘરના આંગણામાં રમવા માટે ગઈ હતી જે બાદમાં લાપતા બની હતી. સગીરના લાપતા બનવાના મામલાને અપહરણ તરીકે ગંભીરતાથી લેવાના આદેશોના પગલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની તપાસ શરૂ કરી છે.હાઇકોર્ટના આદેશ બાદ CBI એ તપાસના શ્રીગણેશ કર્યા છે. મામલે CBI તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જોકે અંકલેશ્વરમાં પોલીસ ઇન્સ્પેકટર રેન્કના અધિકારીની રાહબરી હેઠળ એક ટીમે તપાસ શરૂ કરી છે.

Next Story