/connect-gujarat/media/post_banners/0fab6e4ca71da151aa5e8cd5eecd4c4f2b1b68acc5f5b8acf58b0c6389b602a8.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની ચંદ્રબાલા મોદી એકેડમી દ્વારા સીએમએના નીતિ નિયમ મુજબ એફઆરસી ભરવા માટે ડિમાન્ડ સ્કૂલ સ્વીકારતા ન હોય, જેના પગલે શાળા દ્વારા 50% વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવી દેતા વાલીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
અંકલેશ્વરની ચંદ્રબાલા મોદી એકેડમીમાં સીએમએના વાલીઓએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે દોડી આવવાની ફરજ પડી હતી. જેમાં એફઆરસી ભરવા માટે ડિમાન્ડ સ્કૂલ સ્વીકારતા ન હોય અને ફી ભરવા માટે દબાણ કરવામાં આવતું હોય સાથે જ 50 ટકા વિદ્યાર્થીઓનું રીઝલટ અટકાવી દેતા વાલીઓએ આખરે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે દોડી આવી ભારે વિરોધ નોંધાવ્યો હતો. ચંદ્રબાલા મોદી એકેડમીની મનમાની સામે વિરોધ નોંધાવતા જિલ્લા કલેક્ટરને લેખીતમાં રજૂઆત કરાય હતી. જેમાં શાળા દ્વારા રીઝલ્ટ અટકાવી દેતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઊભા થતાં હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા હતા.