Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: શહેર પોલીસે 2 કુખ્યાત બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર: શહેર પોલીસે 2 કુખ્યાત બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
X

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ગત તારીખ-૨૪મી જુનના રોજ અંકલેશ્વર શહેર પોલીસે જુના બોરભાઠા ગામના પારસી ફળિયામાં રહેતો કમ્પ્લેશ અર્જુન વસાવાના ઘરે દરોડા પાડી સ્થળ પરથી પોલીસને વિદેશી દારૂની ૧૯૨ બોટલ મળી આવી હતી પોલીસે ૨૨ હજારથી વધુનો દારૂનો જથ્થો કબજે કરી એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો જયારે દારૂનો જથ્થો આપનાર મહેશ મોહન ઠાકોર અને કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દશુ બાબુ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો તે દરમિયાન ત્રણ મહિનાથી પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ હજાત ગામના કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દશુ બાબુ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ગત તારીખ-૧૮મી જુલાઈના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસે જુના ધંતુરીયા ગામની સીમમાં આવેલ ટાવર વગામાં કાચા રસ્તા ઉપર સ્વીફ્ટ ડીઝાયર કારમાંથી વિદેશી દારૂની ૪૪૬ નંગ બોટલ મળી કુલ ૪૮ હજારનો દારૂ અને કાર મળી કુલ ૨.૪૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ મંગાવનાર માટીએડ ગામના ચિંતન અક્ન વસાવા અને વાલિયા તાલુકાના કોંઢ ગામના સુનીલ હસમુખ વસાવાને વોન્ટેડ જાહેર કરી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસે શહેરમાંથી તાલુકા પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વાલિયા તાલુકાના કોંઢ ગામના સુનીલ હસમુખ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story