અંકલેશ્વર : શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બોડેલીના બાઇક ચોરને ઝડપી પાડ્યો
BY Connect Gujarat14 March 2022 7:46 AM GMT

X
Connect Gujarat14 March 2022 7:46 AM GMT
અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં આવેલા જુના નેશનલ હાઇવે નંબર 8 ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પરથી વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ બાપુનગર ઓવરબ્રિજ તરફથી નંબર પ્લેટ વગરની અને હેલ્મેટ પહેર્યા વગર મોટરસાયકલ હંકારી લાવતા પોલીસ ટીમે તેને રોકીને મોટરસાયકલ રજીસ્ટ્રેશન સહિતના કાગલ્યા ન મળી આવતા વધુ તપાસ હાથધરતા ટુ વ્હીલર નંબર જીજે-06-જેજી -8579 બાઇક સવાર સુરેશ રમેશ મહાવી રહે દાહોદનાએ મોટરસાયકલ બોડેલી થી ચોરી કરી હોવાનું સામે આવતા અંકલેશ્વર પોલીસે મોટરસાયકલ કિંમત રૂપિયા 20 હજારને જપ્ત કરી આરોપી વિરોધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
Next Story