Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: 6 વર્ષ જૂના દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો,પોતાની દીકરીને પ્રેમીના હવાલે કરનાર માતા અને તેના પ્રેમીને આજીવન કેદની સજા

પોતાની સગી પુત્રીને પ્રેમીની હવસનો શિકાર બનાવવા મજબુર કરેલી માતા અને તેના પ્રેમીને અંકલેશ્વર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

X

અંકલેશ્વરમાં પોતાની સગી પુત્રીને પ્રેમીની હવસનો શિકાર બનાવવા મજબુર કરેલી માતા અને તેના પ્રેમીને અંકલેશ્વર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જોકે અત્રે તેની પુત્રી આ દુનિયામાં હયાત નહિ હોવા છતાંય ન્યાયાધીશ દ્વારા કરાયેલી સજાથી તેના પિતાની આંખો ભરાઈ આવી હતી.

અંકલેશ્વરમાં માતાના નામને લાંછન લગાવતી ઘટનામાં માતા અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર શહેરમાં વર્ષ 2017 માં પ્રથમ માસમાં ભારે ચકચાર જગાવનાર સગી માતા દ્વારા જ પોતાની પુત્રીને માતાએ તેના હવસખોર પ્રેમીના હવાલે કરવાના કિસ્સામાં આખરે સ્વર્ગથ પુત્રી અને તેના પિતાને ન્યાય મળ્યો છે.પલસાણા ખાતે પતિ સાથે રહેતી પ્રવીણા પાટણવાડિયાને બે સંતાન હતાં. જોકે પ્રવીણાને તેના પતિ જોડે આર્થિક પરિસ્થિતિના કારણે ઝઘડાઓ થતાં હોવાના કારણે બંનેયે 2015 માં રાજીખુશીથી છૂટાછેડા લઈ લીધા હતાં.

તે સમયમાં પ્રવીણાની જીતેન્દ્ર ચંદુભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ તેઓ લગ્ન વગર અંકલેશ્વર ONGC કોલોનીમાં પોતાના સંતાન સાથે રહેવા લાગ્યા હતાં.આ સમય દરમિયાન એક રાત્રીના માતા સાથે સુતેલી સગીર પુત્રી સાથે માતા પ્રેમી જીતેન્દ્ર પટેલે અડપલાં કરવાની શરૂઆત કરી હતી.તે સમયે જાગી ગયેલી સગીરાએ તેનો વિરોધ કરીને સમગ્ર ઘટના તેની માતાને જણાવી હતી.પરંતુ પ્રેમમાં આંધળી બનેલી માતાએ પ્રેમીને ઠપકો આપવાના બદલે તારું શુ લૂંટાઈ જશે એ જે કરવા ઈચ્છે છે તે કરવા દેને એમ પણ આપણે તેના ઘરમાં રહીએ છે.જેથી હવસ ખોર પ્રેમીની હિંમત વધી જતાં પ્રેમી સગીરા જોડે દુષ્કર્મ આચરવાની શરૂઆત કરી હતી.માતાના પ્રેમીની વારંવારની યાતનાઓ વેઠીને ત્રાસી ગયેલી સગીરા સમય જોઈને પિતાની શોધમાં પલસાણા જતી રહી હતી.જ્યાં પિતા પાસે પહોંચ્યા બાદ સુનમુન બેસી રહેતી પુત્રીનો પિતાએ વિશ્વાસ જીતીને શુ બન્યું હોવાનું પૂછતાં પુત્રી તૂટી પડતાં સમગ્ર ઘટનાની જાણ પિતાને કરતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.જેના બાદ પિતાએ સગીર પુત્રી જોડે અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચી ગત 30 મી જાન્યુઆરી 2017 માં માતા અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ તેમજ આઈ.પી.સી 376 હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી સાંયોગિક પુરાવા એકત્ર કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જે ગુનામાં આજે 6 વર્ષ બાદ અંતે અંકલેશ્વર કોર્ટનો ચુકાદો સંભળાવ્યો હતો.જેમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલો અને સાંયોગિક પુરાવાને ગ્રાહ્ય રાખી વિદ્વાન જજ દ્વારા સમાજને દાખલ રૂપ માતા અને તેના પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી હતી.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, આ સગીર પુત્રીએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.જ્યારે કોર્ટે આ હુકમ સંભળાવ્યો ત્યારે આ સમયે કોર્ટમાં હાજર પુત્રીના પિતાની આંખો ભરાઈ આવી હતી.

Next Story