Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા કાંઠે સ્મશાન તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને હાલાકી...

નર્મદા નદી કાંઠા વિસ્તારોમાં આવેલા સ્મશાનો નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીમાં તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

X

ભરૂચ જિલ્લાના નર્મદા નદી કાંઠા વિસ્તારોમાં આવેલા સ્મશાનો નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીમાં તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા નદીના કાંઠે અંતિમ સંસ્કાર માટે એક જ ચિતા છે, જ્યાં લોકોએ જોખમી રીતે અંતિમ સંસ્કાર કરવા પડે છે. રોજના 4થી 5 મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવતા હોય છે, અને ચિતા માત્ર એક જ હોવાથી કાંઠા વિસ્તારની ખુલ્લી જગ્યામાં લોકો અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવાના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને મોટું નુકશાન થયું હોવાના અહેવાલો વચ્ચે કાંઠા વિસ્તાર પર રહેલા સ્મશાનોને પણ નુકશાન પહોચ્યું છે. અહી અંતિમ સંસ્કાર માટે પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સાથે ઘણી વખત નદીના કાંઠા પર ખુલ્લામાં પણ અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી ગઈ છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેકો વાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પરીણામ સામે દેખાઈ રહ્યું છે, ત્યારે યુદ્ધના ધોરણે મુક્તિધામનું સમારમકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Next Story