અંકલેશ્વર : વન સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાયકલિસ્ટોનો પ્રયાસ, યોજી 53 કિમીની સાયકલ યાત્રા...

દર વર્ષે 21મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વન સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

New Update
અંકલેશ્વર : વન સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાયકલિસ્ટોનો પ્રયાસ, યોજી 53 કિમીની સાયકલ યાત્રા...

આજે તા. 21મી માર્ચ એટલે વિશ્વ વન સંરક્ષણ દિવસ, ત્યારે આજના દિવસે લોકોમાં વન સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા તથા વધુમાં વધુ લોકો વુક્ષોનું જતન કરે તેવા આશય સાથે અંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ દ્વારા 53 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષે 21મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વન સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો, પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે, ત્યારે આજે 53માં વિશ્વ વન સંરક્ષણ દિવસ નિમિત્તે અંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા 53 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વન સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા તથા વધુમાં વધુ લોકો વુક્ષોનું જતન કરે, જેનાથી આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ મળી રહે. એટલું જ નહીં, સૌકોઈએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ તેવો સંદેશો આપ્યો હતો.

Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે કોલેજ રોડ પરથી 6 યુવાનોની કરી ધરપકડ,કારમાંથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો મોટો જથ્થો ઝડપાયો

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની

New Update
hh

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી અલગ અલગ બેંકના ATM, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છુટ્ટા ચેક, લેપટોપ તથા કાર સહિત કુલ રૂ.૧૦,૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાઇબર ક્રાઈમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કોલેજ રોડ પરથી પસાર થતી કાર નંબર GJ-16-CS-8971ને  ચેક કરવામાં આવી હતી.કારમાંથી મળી આવેલા ઇસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા.પોલીસે ATM અને ક્રેડિટ કાર્ડ ૧૪,બેંક ચેકબુક ૦૮,
છુટ્ટા ચેક ૧૩,ક્રેટા કાર કિંમત રૂ. ૧૦ લાખ,મોબાઇલ ફોન ૦૭ (કિંમત રૂ. ૩૦,૦૦૦),લેનોવો લેપટોપ ૦૧ (કિંમત રૂ. ૨૦,૦૦૦) મળીને કુલ કિંમત રૂ.૧૦,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ IPC તથા IT એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગુનાની વધુ તપાસ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે. આરોપીઓ દ્વારા સાઇબર ક્રાઈમ અથવા કોઈ ગુનાહિત કાવતરાને અંજામ અપાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઝડપાયેલ આરોપીઓ
અશોક જવાલાપ્રસાદ ત્રિવેદી (ઉ.વ. ૩૭) ઉત્તરપ્રદેશ, લક્ષ્ય અનુપસિંહ યાદવ (ઉ.વ. ૨૬) હરિયાણા,શીવાંક રોહીતકુમાર યાદવ (ઉ.વ. ૧૯) હરિયાણા
દીપાંશુ સતીષકુમાર સૈની (ઉ.વ. ૨૦)ઉત્તરપ્રદેશ
ધર્મેશ ભુપતભાઈ મકવાણા (ઉ.વ. ૨૨) સુરત
કરણ બાબુભાઈ વાળા (ઉ.વ. ૧૯) ભરૂચ