અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા ફ્લેગ માર્ચ યોજી દબાણકર્તાઓને સાવચેત કર્યા બાદ આજરોજ ત્રણ દિવસ સ્ટેશન રોડથી એશિયાડ નગર સુધીના માર્ગ ઉપર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો ઉપર ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલ દબાણોને પગલે ઉદભવતી ટ્રાફિકની સ્થિતિને લઇ અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ૨૯મી એપ્રિલના રોજ પાલિકાની ટીમો દ્વારા ફ્લેગ માર્ચ યોજી દબાણકર્તાઓને સાવચેત કરવામાં આવ્યા હતા જે બાદ આજથી સ્ટેશન રોડથી એશિયાડ નગર સુધીના માર્ગ ઉપર આવેલ ગેરકાયદેસર દબાણો હટાવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.સ્ટેશન રોડ ઉપરથી પાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન વડે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દુર કરવામાં આવ્યા હતા પ્રથમ દિવસે જ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જો કે સ્ટેશન રોડ ઉપર આઈટીઆઈની બાજુમાં આવેલ દબાણો દુર નહિ કરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં પાલિકા ભેદભાવ રાખતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.ત્યારે પાલિકા તંત્રએ દબાણ હોય તો તેને કેમ હટાવવામાં નહિ આવતા હોવાની બુમો ઉઠી છે.