Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ઉમરવાડા ગામે ગુજરાત બોર્ડની પાણી પુરવઠા વિભાગની ડાયામીટર અને પાઈપની ચોરી

૩૦ પાઈપો અને ડાયામીટરની મળી કુલ ૩.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.

અંકલેશ્વર: ઉમરવાડા ગામે ગુજરાત બોર્ડની પાણી પુરવઠા વિભાગની ડાયામીટર અને પાઈપની ચોરી
X

અંકલેશ્વરના ઉમરપાડાથી પાનોલી રોડ ઉપર આવેલ કેનાલ પાસેથી ગુજરાત બોર્ડની પાણી પુરવઠા વિભાગની ડાયામીટર અને પાઈપ મળી કુલ ૩.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરની હેરીટેજ સોસાયટીમાં રહેતા કિશન બટુક ઉસદડીયા છેલ્લા બે મહિનાથી પી.દાસ ઇન્ફાસ્ટ્રકચર કંપનીમાં સાઈટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે જેઓની કંપની દ્વારા ગુજરાત બોર્ડ પાણી પુરવઠા વિભાગનું ઉમરવાડાથી પાનોલી ગામ રોડ ઉપર કામ ચાલે છે.

જે કામગીરી માટે અલગ અલગ માપની કુલ ૭૩૪ નંગ પાઈપ કેનાલ પાસે મુકવામાં આવી છે જે સાઈટ ઉપર ગત તારીખ-૬ ઠ્ઠી જાન્યુઆરીના રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને ૩૦ પાઈપો અને ડાયામીટરની મળી કુલ ૩.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.

Next Story