અંકલેશ્વર: GIDC વિસ્તારમાં વિદેશી દારૂનું આખેઆખુ ગોડાઉન ઝડપાયુ, રૂ.44 લાખથી વધુની કિમતનો દારૂનો જથ્થો જપ્ત

અમદાવાદના વ્યક્તિના નામે અંકલેશ્વર GIDCમાં ગોડાઉન ભાડે રાખી લાખોનો સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર GIDC પોલીસે ઝડપી પાડ્યો છે.

New Update
અંકલેશ્વર: GIDC વિસ્તારમાં વિદેશી દારૂનું આખેઆખુ ગોડાઉન ઝડપાયુ, રૂ.44 લાખથી વધુની કિમતનો દારૂનો જથ્થો જપ્ત

અમદાવાદના વ્યક્તિના નામે અંકલેશ્વર GIDCમાં ગોડાઉન ભાડે રાખી લાખોનો સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર GIDC પોલીસે ઝડપી પાડ્યો છે.

અંકલેશ્વરના GIDC પોલીસ મથકની હદમાં આવેલા વિહીતા કેમ ચોકડી નજીકના એક બંધ ગોડાઉન નંબર-2 માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી પોલીસને મળી હતી.જેથી PI સહિતના પોલીસ સ્ટાફે પંચોની રૂબરૂ સ્થળ પર પહોંચી તપાસ કરતા ગોડાઉનમાં તાળું મારેલું હોય અને આસપાસ કોઈ નહિ હોવાથી ગોડાઉનના માલિક અશ્વિન પટેલને બોલાવી ચાવીનું પૂછતાં તેમની પાસે નહિ હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે પંચોની રૂબરૂ ગોડાઉનનું તાળું તોડીને અંદર પ્રવેશ કરીને તપાસ કરતા પુઠ્ઠાના બોક્સમાં સંતાડેલો વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો નંગ 32,424 કિં.રૂ.43,16,400 અને બિયરના ટીન નંગ 1440 કિં.રૂ. 1,44,000 મળીને કુલ રૂ.44, 60,00 નો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જ્યારે ગોડાઉન ભાડે રાખનારા અમદાવાદના ઇસમની શોધખોળ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ:જે.બી. મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ બેગનો મોટો જથ્થો આવ્યો, તંત્ર દોડતું થયું

શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી

New Update
  • ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીકનો બનાવ

  • શંકાસ્પદ કેમિકલ ભરેલ બેગ મળી આવી

  • બેગનો મોટો જથ્થો મળી આવ્યો

  • ચીફ ઓફીસરે કર્યું નિરીક્ષણ

  • જીપીસીબીને કરવામાં આવી જાણ

ભરૂચના જેવી મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળતા તંત્ર દોડતું થયુ હતું.બેગના મોટા જથ્થા અંગે જીપીસીબી ને જાણ કરવામાં આવી છે. ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ જેવો પદાર્થ ભરેલ બેગનો મોટો જથ્થો મળી આવ્યો છે. છે. શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં તંત્ર દોડતું થયું છે. આ ઘટનાની જાણ નગરપાલિકાના અધિકારીઓને થતા  ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
શંકાસ્પદ બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેગ ચોંટાડેલા હતા. આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી.હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ  કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં. જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ માર્ગ પરથી રોજ હજારો લોકોનો અવરજવર રહે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાંખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.
Latest Stories