અંકલેશ્વર: રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢવા જતા યુવાનના ખિસ્સામાંથી મોંઘાદાટ મોબાઈલની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

સુરતના કતારગામની શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા વિનશ દિલીપભાઈ કેવડિયા ગત તારીખ-11મી ઓગસ્ટના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં નોકરી ઉપર આવ્યા હતા

New Update
અંકલેશ્વર: રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢવા જતા યુવાનના ખિસ્સામાંથી મોંઘાદાટ મોબાઈલની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર વડોદરા દાહણું એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતા મુસાફરના ખિસ્સામાંથી મોંઘીદાટ કંપનીના 67 હજારના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો.

સુરતના કતારગામની શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા વિનશ દિલીપભાઈ કેવડિયા ગત તારીખ-11મી ઓગસ્ટના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં નોકરી ઉપર આવ્યા હતા જેઓ 12મી ઓગસ્ટના રોજ સવારે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી વડોદરા દાહણું એક્સપ્રેસ ટ્રેનમાં પાછળના ભાગે જનરલ ડબ્બામાં ચઢવા જતા હતા તે દરમિયાન અજાણ્યા ઇસમે ભીડનો લાભ લઇ મુસાફરના ખિસ્સામાં રહેલ મોંઘીદાટ કંપનીનો 67 હજારનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઇ ગયો હતો.મોબાઈલ ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.