અંકલેશ્વર:ધંતુરીયા ગામ નજીક ભાડભૂત બેરેજની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ,કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન

વાહનો ખાનગી જમીનમાંથી લઇ જવાતા પાકને વ્યાપક નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી

New Update
અંકલેશ્વર:ધંતુરીયા ગામ નજીક ભાડભૂત બેરેજની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ,કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન

અંકલેશ્વરના ધતુરિયા ગામ ખાતે ભાડભૂત બેરેજ યોજના મામલે ખેડૂતોએ વિરોધ. નોંધાવ્યો હતો. જેમાં વાહનો ખાનગી જમીનમાંથી લઇ જવાતા પાકને વ્યાપક નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામના ખેડૂતોએ આજરોજ એકત્રિત થઇ ભાડભૂત બેરેજના કામને અટકાવ્યું હતું. આ કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા બુલડોઝર સહિતના ભારે વાહનો ખેતરોમાંથી લઇ જવાતા હતા ઉપરાંત ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોચતું હોવાની રજુઆતો કરવામાં આવી હતી આ ઉપરાંત ખેડૂતોની જમીનનું ક્ષેત્રફળ ઘટી જવાના કારણે તેઓને મોટું નુકસાન વેઠવું પડતું હતું જેના પગલે આજરોજ કામગીરી અટકાવતા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. અને ખેડૂતોની રજૂઆત સાંભળી હતી. મામલતદાર દ્વારા ખેડૂતો અને કોન્ટ્રકટર વચ્ચે સમાધાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને વહીવટી તંત્ર વતી વાહનો સરકારી જમીનમાંથી આવન જાવન કરવા અંગેની બાંહેધરી આપવામાં આવી હતી ઉપરાંત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પણ બાંહેધરી આપવામાં આવતા બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું અને કામગીરીનો પુનઃ પ્રારંભ કરાયો હતો.

Latest Stories