અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી.

New Update

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ફાયર વિભાગમાં કરવામાં આવી હતી, જે બાદ ફાયરના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આગ એટલી ભીષણ હતી કે, આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ગોડાઉનમાં આગ લાગતા ભંગારનો જથ્થો બળીને ખાખ થયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જોકે, ગણતરીના સમયમાં આગ કાબુ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories