/connect-gujarat/media/post_banners/ff79d7dd0f0c5f03d83a1cbd289f9231001fb7515c6c25675ec3fd35e8789c4b.jpg)
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ આરએસપીએલ કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આજરોજ ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું. પાનોલી જીઆઇડીસી માં આવેલ રિસાયકલિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી જેના પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.પાંચથી સાત કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યા હતા.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો એક આખો ભાગ આગની ચપેટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. કંપની સત્તાધીશો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સૌપ્રથમ પાનોલી ડીપીએમસી ત્યારબાદ અંકલેશ્વ