અંકલેશ્વર: નેશનલ હાઇવે પર બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ચાર લોકોના મોત

અંકલેશ્વરના મોતાલી પાટિયાથી વાલિયા ચોકડી સુધીના નેશનલ હાઇવે ઉપર બે દિવસમાં અલગ અલગ ત્રણ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા

New Update
અંકલેશ્વર: નેશનલ હાઇવે પર બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ચાર લોકોના મોત

અંકલેશ્વરના મોતાલી પાટિયાથી વાલિયા ચોકડી સુધીના નેશનલ હાઇવે ઉપર બે દિવસમાં અલગ અલગ ત્રણ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા.

અંકલેશ્વર નજીક મૂળ પંચમહાલના નસીરપુર ગામના અને હાલ માંગરોળના ધામરોડ ગામ પાસે આવેલ જે.બી. ઇકોટેક્સ કંપનીના કમ્પાઉન્ડમાં રહેતા સબૂરસિંગ પ્રતાપસિંગ બારિયાનો પુત્ર ૩૫ વર્ષીય મહેશ સબૂરસિંગ બારિયા બાઈક નંબર-જી.જે.૧૭.બી.સી.૫૦૪૮ લઇ વિજય નાયકા પટેલ સાથે પોતાના વતન ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વરની વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા માર્ગ ઉપર જતી વેળા અજાણ્યા વાહને બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને યુવાનોના ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ અકસ્માત અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મોતાલીથી વાલિયા ચોકડી સુધીનો હાઈવે અકસ્માત ઝોન બનતા બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

Latest Stories