અંકલેશ્વર : પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનમાંથી રૂ. 1.45 લાખથી વધુના મત્તાની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ…

પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનમાંથી રૂપિયા 1.45 લાખથી વધુના માલમત્તાની ચોરી થતા GIDC પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનમાંથી રૂ. 1.45 લાખથી વધુના મત્તાની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનમાંથી રૂપિયા 1.45 લાખથી વધુના માલમત્તાની ચોરી થતા GIDC પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી નજીક HDFC બેન્કના ATM સામેના પ્લોટ નંબર 2/2502 પર પ્રણામ એન્ટરપ્રાઇઝ નામનું હાર્ડવેરનું ગોડાઉન આવેલું છે. હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે આ ગોડાઉન ત્રણેક દિવસ સુધી બંધ હતું, ત્યારે બંધ ગોડાઉનનો લાભ લઇ કેટલાક તસ્કર ઇસમોએ દુકાનમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગોડાઉનમાંથી 632 એસ.એસ.ના બોલ વાલ, કાસ્ટિંગ બોલ વાલ્વ, PVC બ્રેડેડ પાઇપ, એસ.એસ.ના થર્મો ડાયનેમીક સ્ટીમટ્રેપ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ. 1.45 લાખથી વધુના મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. ગોડાઉનમાં ચોરી થયા અંગેની જાણ થતાં જ માલિક અજય પટેલ દ્વારા અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Latest Stories