Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ સ્થિત પૌરાણિક રામકુંડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 11મો પાટોત્સવ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી. ક્ષિપ્રા ગણેશ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા 11મા પાટોત્સવ નિમિત્તે મંદિર પટાંગણમાં ગણેશ યાગ, શ્રીફળ હવન, મહાઆરતી અને સંધ્યા સમયે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રસંગના સાક્ષી બનવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહિત આમંત્રિતોએ ઉપસ્થિત રહી દુંદાળા દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે સમૂહ સુંદરકાંડ પઠનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો સૌ નગરજનોને લ્હાવો લેવા ક્ષિપ્રા ગણેશ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Next Story