અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક હોટલ ફેલિસીટાને પાલિકાએ સીલ કરી, હોટલના ધુમાડાથી હોસ્પિટલ સ્ટાફ-દર્દીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસીટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી.

New Update

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસીટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી હોટલ ફેલિસીટાના કિચનની ચીમનીના પગલે ઉપરના માળે રહેલ વિવિધ હોસ્પિટલમાં કિચનનો ધુમાડો પહોચતા હોસ્પિટલના તબીઓએ અંકલેશ્વર નગરપાલિકામાં આ મામલે અરજી કરી હતી. આ ઉપરાંત હોટલના ધુમાડાના કારણે હોસ્પિટલ સ્ટાફ સહિત દાખલ દર્દીઓના સ્વાસ્થ્યને પણ અસર થતાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હોટલ માલિકને નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ હોટલ ફેલિસીટાના સંચાલક દ્વારા ચીમની હટાવવા અંગે કોઈ કામગીરી નહીં કરતાં આખરે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આખરે હોટલ ફેલિસીટાને સીલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Latest Stories