/connect-gujarat/media/post_banners/1a62ddb11391a457bca93e77638eb7414b8e9a55c251e7d75715aadadf4774ab.webp)
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતી મહિલા પોતાના ઘરે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે ભરૂચ SOG પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી 157 નાની નાની પડીકીઓ મળી આવી હતી. પોલીસે 822 ગ્રામ ગાંજો અને વજન કાંટો અને મોબાઈલ ફોન મળી કુલ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી મહિલાને ઝડપી પાડી હતી, જ્યારે ગાંજાનો જથ્થો આપનાર સુરતના કાપોદ્રાના ઈસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.