/connect-gujarat/media/post_banners/fcecc15b784b79ab97a54bc7dd404aaec748843ebc5a96a5ba34e0063464fab7.jpg)
અંકલેશ્વરના આઝાદ નગરમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિને પોલીસે ઝડપી તો પાડયો છે પણ તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તેને સિવિલના આયસોલેશન વોર્ડમાં ખસેડાયો છે..
અંકલેશ્વરના સારંગપુર પાસેની આઝાદ નગર સોસાયટીમાં રહેતી મુબેસરાખાતુનની ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી. મુબેસરાખાતુનની હત્યા તેના જ પતિ સદ્દામ હુસેને કરી હતી. પોતાની પત્ની પર પતિને અન્ય કોઇ વ્યકતિ સાથે આડા સંબંધ હોવાનો વહેમ હતો. આ વહેમના કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતાં અને આખરે લોહીયાળ અંત આવ્યો છે. પત્નીની હત્યા બાદ ફરાર થઇ ગયેલાં સદ્દામ હુસેનને પોલીસે ઝડપી પાડયો હતો. સરકારની ગાઇડલાઇન મુજબ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આરોપીને હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો છે. આરોપીનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેના જાપ્તામાં રહેલાં પોલીસ કર્મચારીઓમાં ભય ફેલાયો છે.