Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: મુમતાઝ પટેલ સાથે મારી ટેલિફોનિક વાત થઈ છે, જુઓ પછી શું કહ્યું ચૈતર વસાવાએ

યાત્રાનું પ્રથમ પ્રસ્થાન ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતેથી થયું હતું ત્યારબાદ વાલીયા તાલુકાના વિવિધ ગામોમાં ફરી યાત્રા અંકલેશ્વર ખાતે પહોંચી

X

આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા

અંકલેશ્વરમાં યાત્રાનું ભ્રમણ

ચૈતર વસાવાને ફુલહાર પહેરાવી આવકાર અપાયો

કોંગ્રેસની નારાજગી અંગે ચૈતર વસાવાનું નિવેદન

મુમતાઝ પટેલ સાથે ટેલિફોનિક વાત થઈ છે: ચૈતર વસાવા

અંકલેશ્વરના ગડખોલ ખાતેથી આમ આદમી પાર્ટીના લોક સભાના ઉમેદવાર ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા તાલુકાના વિવિધ ગામોમાં ફરી હતી. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રાનું પ્રથમ પ્રસ્થાન ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતેથી થયું હતું ત્યારબાદ વાલીયા તાલુકાના વિવિધ ગામોમાં ફરી યાત્રા અંકલેશ્વર ખાતે પહોંચી હતી.

અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ યાત્રા વિવિધ વિસ્તારો તેમજ ગામોમાં ફરી હતી.આ દરમિયાન ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને લોકોએ ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ચૈતર વસવાએ જણાવ્યું હતું કે તેઓને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે

ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોની નારાજગી સામે આવી હતી આ દરમિયાન તેઓની મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને નજીકના દિવસોમાં તેમની સાથે બેઠક કરી સાથે બેઠક પણ કરવામાં આવશે

Next Story