New Update
/connect-gujarat/media/post_banners/de8acb92818372e3b56bbdb76a485b9a56078cc5a6dca1e2917edab1e8ca366f.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ અંસાર માર્કેટ નજીકના એક ગોડાઉનમાં અજગર દેખાતા ભાગદોડ મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અંસાર માર્કેટ નજીકના એક ગોડાઉનમાં અજગર દેખાતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. અંદાજે 5 ફૂટથી વધુ લાંબો અજગર દેખાતા લોકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ દયા ફાઉન્ડેશન ગ્રુપના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં અજગરને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ દયા ફાઉન્ડેશન દ્વારા આ અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. જોકે, અજગર પકડાઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો...