Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જી.આઈ.ડી.સી.ની. જેન્ટીવા કંપનીમાં એ.સી. ફીટીંગ કરતા બે કામદારો નીચે પટકાયા, સારવાર અર્થે ખસેડાયા

જેન્ટીવા કંપનીમાં એ.સી. ફીટીંગ કરતા પેનલ સીલીંગ તૂટી પડતા નીચે પડી ગયેલ બે કામદારોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

અંકલેશ્વર: જી.આઈ.ડી.સી.ની. જેન્ટીવા કંપનીમાં એ.સી. ફીટીંગ કરતા બે કામદારો નીચે પટકાયા, સારવાર અર્થે ખસેડાયા
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જેન્ટીવા કંપનીમાં એ.સી. ફીટીંગ કરતા પેનલ સીલીંગ તૂટી પડતા નીચે પડી ગયેલ બે કામદારોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નાગર-૨મા રહેતા ૨૬ વર્ષીય હૈદર અલી સફીઉદ્દીન અને બીલાશ રંજન ગાયન ગત તારીખ-૫મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જેન્ટીવા કંપનીમાં ૬ મીટરની ઉંચાઈએ પેનલ સીલીંગ ઉપર ઉભા રહી એ.સી. ફીટીંગ કરી રહ્યા હતા તે દરમિયાન પેનલ સીલીંગ તૂટી પડતા બંને બે કામદારો નીચે પટકાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બીલાશ રંજન ગાયનની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.સી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story