Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ટ્રાફિક અંગે SP ડો.લીના પાટીલની સૂચના બાદ પોલીસ એક્ષનમાં, જુઓ શું કરી કાર્યવાહી

જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલના લોક દરબારમાં ટ્રાફિકની સમસ્યાને લઇ રજૂઆત બાદ બી ડીવીઝન પોલીસ એક્શન મોડમાં આવી આવી હતી

X

અંકલેશ્વરમાં જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલના લોક દરબારમાં ટ્રાફિકની સમસ્યાને લઇ રજૂઆત બાદ બી ડીવીઝન પોલીસ એક્શન મોડમાં આવી આવી હતી અને ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો પર તવાઈ બોલાવવામાં આવી હતી

બે દિવસ પહેલા અંકલેશ્વરમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જે લોક દરબારમાં લોકોએ આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોવા સાથે પથારાવાળાને પણ સમસ્યા સર્જાતી હોવાની રજૂઆત કરી હતી જે બાદ જીલ્લા પોલીસ વડાએ અંકલેશ્વર પોલીસને ટ્રાફિકને અડચણરૂપ દબાણકર્તાઓ અને વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવતા જ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને પ્રતીન ચોકડીથી વાલિયા ચોક્ડી સુધીના માર્ગ ઉપર ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનો અને પથારાવાળા સામે કાર્યવાહી કરી ટ્રાફિકને અડચણરૂપ વાહન ચાલકોને સ્થળ પર જ દંડ ફટકાર્યો હતો જેના પગલે વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો

Next Story