/connect-gujarat/media/post_banners/1fae4e7f62a34cf88674d7a66a2f4adc75b1ca387caf4acaf6dd2e9e4c439da2.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જલધારા ચોકડી નજીક પાર્ક કરેલી કારમાંથી દારૂ મળવાના કેસમાં ગત તા. 21 નવેમ્બરથી નાસતા ફરતાં બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, અંલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી પાસેથી પોલીસે ગત તા. 21 નવેમ્બરના રોજ કોસમડી ગામન બુટલેગરની કારમાંથી રૂ. 14 હજારના દારૂ તથા કાર સહીત રૂ. 1.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘટના બાદથી બુટલેગર પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો. પોલીસ આરોપીને શોધી રહી હતી, તેવામાં ફરાર આરોપી કોસમડી ગામના રોડ પર હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે આરોપી કોની પાસેથી દારૂ લાવ્યો હતો, અને કોને આપવાનો હતો, તથા અત્યાર સુધી ક્યાં સંતાયો હતો, તે સહિતની તમામ વિગતો મેળવવા તે આરોપી બુટલેગરની વધુ પૂછપરછ હાથ ધરી છે.