અંકલેશ્વર:નગર સેવા સદનની સામાન્ય સભામાં કોંગ્રેસના માત્ર એક જ સભ્ય હાજર રહેતા રાજકીય ક્ષેત્રે ગરમાવો

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી જેમાં સર્વાનુમતે ૪૮ પૈકી ૪૬ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

New Update
અંકલેશ્વર:નગર સેવા સદનની સામાન્ય સભામાં કોંગ્રેસના માત્ર એક જ સભ્ય હાજર રહેતા રાજકીય ક્ષેત્રે ગરમાવો

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી જેમાં સર્વાનુમતે ૪૮ પૈકી ૪૬ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા. સામાન્ય સભામાં કોંગ્રેસનાં 5 પૈકી માત્ર એક જ સભ્ય હાજર રહેતા આંતરિક વિખવાદની વાત વહેતી થઈ છે

અંકલેશ્વર નગર પાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી જેમાં સામાન્ય સભામાં ૪૮ કામો મુકવામાં આવ્યા હતા જે પૈકી સર્વાનુમતે ૪૬ કામો મંજુર કરવામાં આવ્યા હતા જયારે એક પ્રમુખ સ્થાનેથી મંજુર કરવામાં આવ્યું હતું.સામાન્ય સભાની સૌથી ચર્ચાસ્પદ બાબત કોંગ્રેસની ગેરહાજરી રહી હતી.અંકલેશ્વર નગર સેવા સદનમાં કોંગ્રેસનાં ચૂંટાયેલા 5 સભ્યો પૈકી માત્ર એક મહિલા સભ્ય હાજર રહ્યા હતા તો આ તરફ અપક્ષ સભ્ય બખ્તીયાર પઠાણની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગી હતી. કોંગ્રેસના તમામ સભ્યોએ બિમારીનું કારણ આગળ ધરી ગેરહાજર રહ્યા હોવાનું સત્તાવાર રીતે જણાવ્યુ હતું. આ સામાન્ય સભામાં મુકવામાં આવેલ કામો જેવા કે ગટર લાઈન,પાણીની લાઈન,અંતિમ રથ,પુરષોત્તમ બાગ અને જવાહર ભાગ માટે ૭૦ લાખ અને અમૃત ૨.૦ અંતર્ગત સરકાર દ્વારા મંજુર કરેલ પ્રોજેક્ટ કમલમ તળાવ ૨.૫૦ લાખ રૂપિયા ફાળવણી સાથે કામગીરી શરુ કરવા ટેન્ડર પ્રક્રિયા અને વર્ષ-૨૦૪૫ની વસ્તીને ધ્યાનમાં રાખી કાગદી તળાવ ખાતે રૂપિયા ૩૬ કરોડ મંજુર કરવામાં આવ્યા છે આગામી સમયમાં ફિલ્ટરેશન પ્લાન્ટ થકી શુદ્ધ પાણી ઘરે ઘરે લોકોને આપવામાં આવશે ઉપરાંત તમામ નવ વોર્ડના વિકાસ માટે ૪૫ લાખની ફાળવણી કરવામાં આવી છે સાથે ચોમાસામાં ધોવાઇ ગયેલા માર્ગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ભાવો મંગાવી સરકારમાં દરખાસ્ત કરવાથી ટૂંક સમયમાં ગ્રાન્ટ મંજુર થયા બાદ કાર્પેટિંગ કરવામાં આવશે

Latest Stories