/connect-gujarat/media/post_banners/533da32c105dbc0f2beeafaa00a3bf497bf173b765467da02e806bf659b686e1.jpg)
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સંકુલમાં આજરોજ આરોગ્ય ક્ષેત્રે વધુ એક પ્રકલ્પ કેન્સર સેન્ટરનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં અંદાજે ૨૮ કરોડ ઉપરાંતના ખર્ચે ઉભા થયેલ જે. બી. મોદી કેન્સર હોસ્પિટલ સંકુલમાં કેન્સર ના દર્દીઓને કીમો થેરાપી, રેડિયો થેરાપી તેમજ કેન્સર સર્જરીની અદ્યતન સારવાર ઉપલબ્ધ થશે. આ કેન્સર હોસ્પિટલ માં દર્દીઓને માં યોજના તેમજ પીએમ જન આરોગ્ય યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવારનો લાભ પણ ઉપલબ્ધ થશે.
આજરોજ આ સંકુલનુ ઉદઘાટન જે. બી. મોદી ગ્રુપના પલ્લવી મોદી ના વરદહસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે જે. બી. કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમીટેડ ભરત મોદી, રાજેન્દ્ર મોદી, કમલેશ ઉદાણી, ટ્રસ્ટી અશોક પંજ્વાની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.