અંકલેશ્વર ખાતે આજથી બે દિવસીય દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ ભરૂચ જીલ્લા રમત-ગમત કચેરીના સહયોગથી અંકલેશ્વરની એસન્ટ સ્કુલ ખાતે દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કલામહાકુંભમાં સમૂહ ગીત,સ્કુલ બેન્ડ,એકપાત્રીય અભિનય,દુહા,છંદ,ચોપાઈ,લોક સંગીત,લોક વાદ્ય,કલા અભિયન સહિતની સ્પર્ધામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જયારે આવતી કાલે હાર્મોનિયમ,ચિત્ર કલા,વાયોલીન,કુચીપુડી સહીત વિવિધ સ્પર્ધા યોજાશે.આ સ્પર્ધામાં ૪૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ,જીલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી,જીલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આર.ગવલી,મામલતદાર કરણસિંહ રાજપૂત અને શાળાના ટ્રસ્ટી બીના કાગળવાલા,પ્રમુખ વિનય કાગળવાલા,આચાર્ય બીનું મલેક સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.