અંકલેશ્વર: વોર્ડ નંબર-4માં 36 લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરાયુ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોએ નગર પાલિકામાં રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી

New Update
અંકલેશ્વર: વોર્ડ નંબર-4માં 36 લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરાયુ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં વિકાસના કાર્યો

માર્ગના કાર્યનું ખાતમુર્હુત

અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

રૂ.36 લાખની ગ્રાન્ટ કરવામાં આવી મંજૂર

અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ દ્વારા વોર્ડ નંબર-4માં 36 લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર શહેરમાં આવેલ વૈશાલી સોસાયટીથી સરદાર પટેલ હોસ્પિટલ સુધીના બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોએ નગર પાલિકામાં રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી જે માર્ગનું આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક નગર સેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.