અંકલેશ્વર: ઇકો કારમાંથી સાયલન્સરની ચોરીના વધતા બનાવ,પોલીસે તપાસ શરૂ કરી

ગડખોલ ગામના સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી ૨૫ હજારના મુદ્દામાલનું નવું સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર: ઇકો કારમાંથી સાયલન્સરની ચોરીના વધતા બનાવ,પોલીસે તપાસ શરૂ કરી
New Update

અંકલેશ્વરના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી ૨૫ હજારના મુદ્દામાલનું નવું સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા રણવીરસિંહ ભુપેન્દ્રસિંહ રાજએ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એસ.૭૫૧૫ ગત તારીખ-૫મી ફેબ્રુઆરીના રોજ રાતે સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં રહેલ નવું સાઈલેન્સર બદલી તેના બદલે જુનું સાઈલેન્સર ફીટ કરી રૂપિયા ૨૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ તરફ અંકલેશ્વર શહેરમાં આવેલ આમ્રપાલી સોસાયટી સ્થિત શિવ એપાર્ટમેન્ટમાં રહેતા ચાંદમલ સુરજમલ ગુર્જરએ ગત તારીખ-૭મી ફેબ્રુઆરીના રોજ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.બી.૧૫૪૭ પોતાના એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં રહેલ નવું સાઈલેન્સર બદલી તેના બદલે જુનું સાઈલેન્સર ફીટ કરી રૂપિયા ૨૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #Theft #thieves #police started investigation #incidents #Eco cars #silencers
Here are a few more articles:
Read the Next Article