Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:રૂ.4856 કરોડના ડ્રગના કેસમાં સંડોવાયેલી ‎ઇન્ફિનિટી કંપનીમાં આગ લાગતાં તર્કવિતર્ક‎

ઇન્ફિનિટી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ કંપનીમાં આગ લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે

X

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇન્ફિનિટી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ કંપનીમાં આગ લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે

મુંબઈ એન.સી.એ અને ભરૂચ જિલ્લા દ્વારા ગત ઓગસ્ટ માસમાં 2428 કિલો રૂ.4856 કરોડનું ડ્રગ પાનોલી જીઆઇડીસી માં આવેલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી અને મુંબઈથી ઝડપી પાડ્યું હતું. જીવન રક્ષક દવા બનાવામાં ની આડ માં એમ.ડી. ડ્રગ્સ નું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે કંપની હાલ પોલીસ દ્વારા સીઝ કરાઈ હતી. અને કંપની હાલ બંધ છે.દરમિયાન ગતરોજ કંપનીમાં અચાનક આગ લાગી હતી. જોત જોતા અંગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જે અંગે પાનોલી ફાયર ટીમને જાણ કરવામાં આવતા પાનોલી ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કંપનીમાં લાગેલી આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો હતો.આગના પગલે હાલ અનેક સવાલો ઉભા થયા હતા પુરાવાનો નાશની શંકા સામે આવી હતી ત્યારે બંધ પડેલી અને ફ્રીઝ કરાયેલી કંપનીમાં આગ લાગતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.

Next Story